Step into an infinite world of stories
" પળે પળે ઉત્સુકતા જગાડતી આ એક્શન થ્રીલર છે. ગુજરાતી સાહિત્યમાં ઓછી મૌલિક રહસ્યકથાઓ છે ,’પાંચને એક પાંચ’નો કોર્ટરુમ ડ્રામા પ્રખ્યાત લોયર-ડીટેક્ટીવ- પેરીમેસનની યાદ અપાવે તો નવાઇ નહી. શિર્ષકથી જ કૂતુહલ જગાડતી નવલકથા આરંભથી જ તમને જકડી લેશે. દિલ્હી જતી ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટમાં ૬ બર્થ પર અલગ અલગ ૬ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં એક મુંબઇના પ્રખ્યાત ડીટેક્ટીવ વિશ્વનાથ મિત્ર પણ છે. ચાલુ ટ્રેઇને મધરાતે એક પેસેન્જરનું ઝેરથી મૃત્યુ થાય છે અને ખૂની આ પેસેન્જરમાંથી કોઇ નથી ,બધા જુદા જુદા મુસાફરો છે . આ ઘટના કઇ રીતે બની ,શું કામ , કોણ ? અનેક સવાલોના જવાબ શોધતા વિશ્વનાથની સામે નવા નવા રહસ્યનાં પ્રશ્નો ખડા થઇ જાય છે જે તમને પણ સતત ધસમસતા વાર્તાપ્રવાહમાં ખેંચી જશે. શિર્ષક છે ‘પાંચને એક પાંચ’ .એનું ય રહસ્ય . પાંચને એક પાંચ એટલે છ થાય ને! પણ એકનું ખૂન થાય છે એટલે પાંચને એક પાંચ જ રહે છો. અનેક વળાંકો લેતી વાર્તા કોર્ટરુમમાં લઇ જશે અને અણધાર્યા આશ્ચર્યજનક ક્રોસએક્ઝામીનેશન તમને અંત સુધી જકડી રાખશે. તેની સતત આવૃત્તિઓ થતી રહે છે .તમને પણ એના વેગવંત પ્રવાહમાં કથા લઇ જશે."
© 2022 Storyside IN (Audiobook): 9789354834424
Release date
Audiobook: 1 January 2022
English
India