Step into an infinite world of stories
"વિશ્વની ઘણી ભાષાઓમાં રહસ્યકથા લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે .હિચકોક ,શેરલોક હોમ્સ, આગાથા ,કે પેરી મેસન આજે પણ લોકોનાં દિલ પર રાજ્ય કરે છે .એમની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ્સ આજે પણ લોકપ્રિય છે. ગુજરાતી સાહિત્યમાં મૌલિક રહસ્યકથાઓ ઓછી લખાય છે પણ તેનો ચાહક વર્ગ તો છે જ. લેખિકાએ સામાજીક ,નારીકેન્દ્રી અને સંશોંધનાત્મક સત્યઘટનાત્મક નવલકથાઓ ઉપરાંત મૌલિક રહસ્યકથાઓ લખી છે અને દરેકમાં જુદી જુદી રીતે રહસ્યની ગુંથણી કરી છે. ‘ મૃત્યુદંડ’ રહસ્યકથામાં માનવસંબંધોમાં આવતાં આરોહ અવરોહની પણ રસભર કથા છે. દિવાનજી અને હરનાથ બાળપણનાં મિત્રો હવે આયુષ્યને સંધ્યાકાળે છે. હરનાથ દિવાનજીને વીલ મોકલે છે ,જો મારું મૃત્યુ થાય તો મારાં સ્વજનોમા મિલ્કત વહેચી દેજે પણ સહુથી છાનો અક ભાગ રહેવા દેજે . વર્ષો પહેલાં મારે જે સ્ત્રી સાંથે સંબંધ હતા તે પ્રેગન્ટ થતાં મેં એબોર્શન માટે આગ્રહ રાખ્યો અને એ ચાલી ગઇ. એ વાતને વીસ વર્ષ થયા, એ ક્યાં છે મને ખબર નથી .એને શોધીને આ વારસો એને આપજે,મારા વતી માફી માગજે. વીલ મળતાં જ હરનાથનું મૃત્યુ થાય છે. એ કુદરતી હતું કે ખૂન ? જે જે લોકોને અચાનક ધનસંપત્તિ મળી તેમનું જાવન ઉપરતળે થઇ જાય છે. કુટુંબોમાં ,સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. દરેકને પોતાનું સપનું હોય છે અને હવ સપનાની એક કિંમત હોય છે. દિવાનજી પગેરું ભૂંસીને ચાલી ગયેલી સ્ત્રીને શોંધવાનું કામ ડિટેક્ટીવને સોંપે છે અને પછી શરુ થાય છે રહસ્ય અને રોમાંચ લાલચ અને લોભની એક સફર . પ્રબળ કથાવેગ અને ક્ષણે ક્ષણે વાર્તામાં વળાંક તમને અવશ્ય જકડી રાખશે."
© 2021 Storyside IN (Audiobook): 9789354834509
Release date
Audiobook: 23 August 2021
English
India