Step into an infinite world of stories
"‘કાળભૈરવનાં અનુસંધાનમાં ‘સોહિણી સંઘાર ‘ કથાને આગળ લઇ ચાલે છે. ચાવડાઓ અને સંઘારનું જે ઘોર સાગરયુધ્ઘ થવા જઇ રહ્યું હતું એમાં સંઘારની સોહિણી વહાણનાં બધા જ સઢ ફરકતા રાખી ધનુષમાંથી તીર છૂટે એમ સોમપટ્ટન તરફ ધસી રહી હતી.મોરાના સથ્થા પર એક પગ આગળ અને એક પગ પાછળ રાખી એ આંખ પર નેજવું કરી સીમમાં નજર માડી રહી હતી - છંછેડાયેલી નાગણ જાણે શત્રુને આગના તણખા જેવી આંખથી શોધી રહી હતી .એના માટે કહેવાતું કે એ સાગરમાં ગમે ત્યાંથી પ્રગટ થઇ શકે છે-પોતાના વહાણ સાથે તે હવામાં પીગળી પણ જઇ શે છે. ચાવડાઓ સામે ભયંકર દ્વેષ એના હાડે હાડમાં ભર્યો છે,તનતસેન ચાવડાનું લોહી નીગળતું મસ્તક પોતાના હાથમાં પકડી ઊભા રહેવાનો એણે નિર્ણય કર્યો છે અને સોહિણીનો નિર્ણય એટલે શેષનાગને માથે ખીલી જેવો અફર . પછી જબરો જંગ ખેલાય છે સમુદ્રમંથનની જેમ દરિયો વલોણાની જેમ ચાવડા અને સોહિણી ડહોળી નાંખે છે ,પછી શું થાય છે ,એ માટે રસ- રહસ્ય- રોમાંચની આ અદભૂત રસની કથા વાંચવી જ રહી . વિશ્વકક્ષાના સાગરકથા સર્જક ગુણવંતરાય આચાર્યની વેધક કલમે હવે પછી આના અનુસંધાનમાં ‘જાવડ-ભાવડ’ભાગ ૧ - ૨ ."
© 2021 Storyside IN (Audiobook): 9789354832901
Release date
Audiobook: 29 September 2021
English
India