Step into an infinite world of stories
" વર્ષા અડાલજા ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ વાર્તાકાર છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની ,લેખક ,પત્રકાર ગુણવંતરાય આચાર્યનાં પૂત્રી છે ,કલમ તેમને વારસામાં મળી છે. શૈશવથી ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ કરી હતી,બે મહિલા સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું . ‘ શગ રે સંકોરું તેમની યશોદાયી નવલકથા છે. વડસાવિત્રીમાં વડને સૂતરને તાંતણે વીંટતી સ્ત્રી પોતે પણ સંસારનાં અનેક તાણાવાણાથી બંધાતી જાય છે. વસંત અને તેના પતિનું સુખી દાંપત્ય છે પણ પતિ કૃષ્ણકાંત ધર્મના વિધીવિધાનમાં અટવાતા જતા પત્નીથી દૂર સરતા જાય છે. વસંત ઝંખે છે પતિના સાથને ,તેના પ્રેમને.તેની અતૃપ્ત કામેચ્છાઓ તેને અકળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે ન પૂરાય તેવી ખાઇ સર્જાય છે અને દાંપત્ય નંદવાય છે . કથાવેગમાં અનેક વળાંકો અને વહેણ છે જે તમને રસભર જકડી રાખશે. અનેક એવોર્ડઝ,પારિતોષિકોથી વિભૂષિત લેખિકાની તેજાબી કલમે આલેખાયેલી આ કથા તમને જુદા જ ભાવપ્રદેશમાં લઇ જશે."
© 2021 Storyside IN (Audiobook): 9789354834561
Release date
Audiobook: 24 August 2021
English
India