Step into an infinite world of stories
5
Fantasy & SciFi
અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.
© 2021 Storyside IN (Audiobook): 9789355440044
Translators: Screenhive Productions
Release date
Audiobook: 25 December 2021
English
India